અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસનો ધમધમાટ

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અંકલેશ્વર નજીક નર્મદા મૈયા બ્રિજ નીચેનો બનાવ, કીચડમાંથી નવજાત શિશુનો મળ્યો મૃતદેહ, સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને કરાય જાણ મૃતદેહને કિચડમાંથી બહાર કઢાયો બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજની નીચે કિચનમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કિચડમાં ફસાયેલ મૃતદેહ સ્થાનિકોએ જોતા આ અંગે તેઓએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. કોઈ નિષ્ઠુર જનેતાએ તેનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



