ભારત સરકારના રક્ષા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત Directorate General of Resettlement (DGR) દ્વારા આજે તા.૨૫ જુલાઈ ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે 7 વાગ્યે અમદાવાદ લશ્કરી કેન્ટ ખાતે ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે વિશાળ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેર ખાસ કરીને ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે નવી નોકરીઓ અને પુનર્વસન માટે તક પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) DGR રોજગાર મેળા માટે www.esmhire.com પર જઈ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. નોકરીવાંચ્છુ પૂર્વ સૈનિકોએ આ જોબ ફેર માટે પૂર્વ સૈનિકનુ ઓળખપત્ર (ઓરીજનલ) અને બાયો ડાટા/રીજ્યુમની ૦૫ (પાંચ) કોપી સાથે લાવવાની રહેશે.