બાકરોલ ગામના કોઝવે ઉપરથી પાણીના પ્રવાહ સાથે તણાયેલા કિશોરનું મૃતદેહ મળ્યો.મૃતદેહ લઈ જતા ટ્રેકટર બિસ્માર રસ્તાને કારણે ફસાયા.

તારીખ ૦૯/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બાકરોલ હર્ષદી માતાના મંદિર પાસે પસાર થતી કરાડ નદીના કોઝવે પરથી રવિવારના દિવસે દશ વાગ્યાની આસપાસ બે કિશોર કોઝવે પર પશુઓ લઇ પ્રસાર થઇ રહ્યા હતા ત્યારે એકા એક પાણીના પ્રવાહમાં બન્ને કિશોર તણાયા હતા.બન્ને કિશોર માંથી એક કિશોર જેનું નામ ભરવાડ કનુ ગોપાલ કોઈ રીતે કિનારે આવી ગયો હતો જ્યારે અન્ય એક કિશોર જેનું નામ ભરવાડ ગોપાલ કરસન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તંત્રને જાણ કરવામાં આવતા કાલોલ નગરપાલિકા અને હાલોલ ની ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોડ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તેઓ બોટ સાથે ઘટના સ્થળ પર આવી બોટ દ્વારા તણાઈ ગયેલા કિશોર ની શોધખોળ આદરી હતી જેમાં ગોધરા હાલોલ અને કાલોલ ફાયર બ્રિગેડની ટીમે ભારે શોધખોળ કરતાં છતાં રાત્રે ખુબ અંધારપટ છવાયો હોય મોડી રાત્રિ સુધી તણાયેલા કિશોર ની કોઈ ભાળ મળવા પામી ન હતી જેથી રેસ્કયુ ઓપરેશન મુલ્તવી રાખ્યું હતું જ્યાં વહેલી સવારે બાળકનો મૃતદેહ કોઝવે થી થોડા અંતરે પાણી ઉપર તરતા જોવા મળતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢી લીધો હતો જ્યાં મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યો હતો ઉપરોક્ત કિશોર નો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બાકરોલ ભરવાડવાસ તરફ જતા બિસ્માર રસ્તાને કારણે મૃત કિશોરની લાશ લઈને જતા ટ્રેકટર રસ્તામાં ફસાયા હોવાનો વિડીઓ બહાર આવ્યો છે ત્યારે સરકાર સારા રોડ રસ્તા આપવાનો દાવો કરે છે અને સરકારની ફરક પણ છે તેમ છતા પણ જમીની હકીકત કઈ અલગ જ હોય છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામ ના બે કિશોર પાણીમા ડુબ્યા હતા અને તે પૈકીના એક લાપતા કિશોર ની લાશ આજ રોજ સવારે મળી આવેલ જેની લાશ ભરવાડવાસ માંથી કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવા માટે ટ્રેકટર મારફતે નીકળ્યા હતા ત્યારે બિસ્માર રસ્તાને કારણે ટ્રેકટર ના આગલા વ્હીલ ભારે કીચડ મા ફસાઈ જતાં અન્ય ટ્રેકટર દ્વારા બહાર કાઢવામાં આવેલ જેનો વિડીઓ બહાર આવ્યો છે.વિડીઓ ના માધ્યમ થી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારનાં લોકો ની અવરજવર નો આ રસ્તો એટલો ખરાબ છે કે ટ્રેકટર જેવુ વજનદાર સાધન પાછુ પડે છે તો સામાન્ય ટુ વ્હીલર કે ફોર વ્હીલ ની શુ વિસાત ? સરકાર દ્વારા આ બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી કરવાની જરૂર છે.








