HALOLPANCHMAHAL
હાલોલ ટાઉન પોલીસ મથકે ગણેશોત્સવ નિમિત્તે ગણેશ મંડળોના આયોજકો સાથે મીટીંગ યોજાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૯.૨૦૨૪
આગામી 7 સપ્ટેમ્બર ના રોજ થી આરંભ થતા ગણેશ ઉત્સવની ઉજવણી હાલોલ નગર સહિત પંથકમાં હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવશે જેને લઈને હાલોલ નગરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી આનંદ ઉત્સાહ ના વાતાવરણ માં ઉજવાય જેને લઈને આજે મંગળવાર ના રોજ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરીની ઉપસ્થિતિમાં હાલોલ નગરના ગણેશ મંડળના આયાજકો સાથે મીટીંગ યોજાઇ હતી જેમાં પોલીસે તમામ મુદ્દાઓના અગત્યના પાસાઓની ચર્ચા કરી ગામમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી તમામ તહેવારો ઉજવવા તેમજ એકબીજાને સહકાર આપી તહેવારોની ઉજવણીને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા સૂચનો આપ્યા હતા જેમાં હાલોલ નગરના તમામ ગણેશ મંડળોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.









