GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
મેસરી નદીના પાણીમાંથી માછલી મારવાની જાળમાં ફસાયેલી હાલતમા યુવાનની લાશ મળી આવતા ચકચાર.
તારીખ ૧૩/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ભલાણીયા ગામમાં મંદીર ફળિયામાં રહેતા નીતિનકુમાર ગણપતભાઈ બારીયા ઉ.વ.૨૪ સોમવારે બપોરના ૪:૩૦ કલાકે ખેતરમાં દાંતણ લેવા જાઉં છું તેમ કહી પોતાના ઘરેથી મોટર સાયકલ લઈને નીકળેલા જે પરત નહીં આવતા તેઓની શોધખોળ કરવામાં આવી ત્યારે ખેતર નજીક એરીગેશનના કુવા નજીક મેસરી નદીના પાણીમાંથી તેઓની લાશ માછલી મારવાની જાળમાં ફસાયેલી હાલતમાં મળી આવતા ગામમાં ભારે ચકચાર ફેલાઇ હતી જે અંગેની વેજલપુર પોલીસ મથકે સંજયકુમાર ગણપતભાઈ બારિયા દ્વારા જાણ કરતા પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત ની નોંધ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.