GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં સરકારનાં આર.ટી.ઇ નાં નિયમોનો ઉલાળિયો કરતી સ્કૂલ, રોષભેર વાલીઓએ, શાસના અધિકારી ને પાઠવ્યું આવેદન પત્ર.

તા.૨૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં શ્રી પ્રાણલાલ ચંગનલાલ ગોડા ઈંગ્લીશ સ્કૂલમાં આર.ટી.ઇ હેઠલ પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ સાથે વ્હાલા દવલાની નીતિ રખાતી હોવાના વાલીઓના આક્ષેપ સાથે રોષ..

સ્કૂલ મેનેજેન્ટ દ્વારા આર.ટી.ઇ માં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ ને જુદા ક્લાસમાં બેસાડવામાં આવી રહ્યા છે.સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વ્હાલા દવલાની નીતિથી વાલીઓમાં રોષ.

Rajkot, Jetpur: જેતપુર ‌શહેરનાં જુનાગઢ રોડ ઉપર આવેલ જી.કે.એન્ડ સી.કે કોલેજની અદર આવેલ.શ્રી પ્રાણલાલ ચંગનલાલ ગોડા ઈંગ્લીશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકાર નાં નિયમો મુજબ આર.ટી.ઇ હેઠળ ભણી રહેલા છે તેવા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોવાથી સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં તે માંગ સાથે જેતપુર શાસના અધિકારીને રોષપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું .

બનવાની વિગત મુજબ આજે શહેરની કોલેજ જે જી.કે એન્ડ સી.કે કોલેજ અદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઈંગ્લીશ સ્કૂલમાં સરકાર નાં નિયમો અનુસાર રાઈટ ટૂ એજ્યુકેશન એટલે કે RTE કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે પરતું મેનેજમન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આજે આવા વિદ્યાર્થીઓનાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમન્ટને રજૂઆત કરવામાં આવી હતી પરતું સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રત્યુતર ના આપતા હોય જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો આથી ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓએ જેતપુર શાસનના અધિકારીને આવેદનપત્ર પત્ર આપી સ્કૂલના મેનેજમેન્ટ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું કે આ સ્કુલ મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં આર.ટી.ઇ નીચે ભણતા ગરીબ વાલીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસ રૂમ માં બેસાડવામાં આવી રહ્યા છે. તેમજ સ્કૂલમાં ફ્રી ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે જ્યારે આર.ટી.ઇ માં લીધેલ ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવતા હોઈ જેથી આ વિદ્યાર્થીઓને શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે.જેથી વિદ્યાર્થીઓ નાં વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે.

વધુમાં આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીઓના કહેવા મુજબ આ સ્કૂલમાં આર.ટી.ઇ માં અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ અને ઓરમાયું વર્તન કરવા માં આવી રહ્યું છે સ્કૂલમાં નોખા ક્લાસ રૂમ માં બેસાડવામાં આવી રહ્યા છે તેમજ આ સ્કૂલના મેનેજમન્ટનાં કહેવા પ્રમાણે જે પાઠ્યપુસ્તકો છે તે અલગ આપવામાં આવે છે ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓ સાથે શિક્ષામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે ઉપરાંત વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું કે સ્કૂલ મેનેજમન્ટ કહી રહ્યું છે કે આ સ્કૂલમાં RTE માં ભણતા ગરીબ વિદ્યાર્થીઓઓમાં માનસિક પ્રતિભાઓમાં નીપૂર્ણતા ના આ હોઈ તેમજ જ્યારે ફ્રી ભરતા જે વિદ્યાર્થીઓ તેમાં પ્રતિભાઓમાં નિપુણતા હોઈ છે જેથી વ્હલા દવલાની નીતિ રાખી રહ્યા હોઈ તેવું કહી રહ્યા છે.વાલીઓની માંગ છે કે ગરીબ વિદ્યાર્થીઓના બાળકોને સમાંતર શિક્ષણ આપવામાં આવે.

વાલીઓએ સ્કૂલ મેનજમેન્ટ ઉપર રોષ ઠાલવતા કહ્યું કે જો સરકાર નાં નિયમો મુજબ આર.ટી.ઇ પ્રવેશ લીધેલ હોઈ તેમ છતાં જો હજુ પણ ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે તો જો ભેદભાવ નીતિ સામે કોઈ કાર્યવાહી કે નિરાકરણ કરવામાં નહીં આવે તો આર.ટી.ઇ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓનાં વાલીઓએ સામુહિક રીતે ઉચ્ચ અધિકારીઓ તેમજ કોર્ટ સુધી ગર્ભિત ચીમકી શાસના અધિકારી સામે ઉચ્ચારવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!