AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરમાં ઉમેદવારી અને ચુંટણી પહેલાથી જ અમુકને પડયા ધ્રાસકા

અમુક ધુરંધર ઉમેદવારોની દાવેદારીથી પ્રજાના નાણા ઓગાળી ગયેલા હાલના જ પુર્વ કોર્પોરેટરો ટેન્શનમાં…….કે  આ ધુરંધર જો ટીકીટ મળે ને કોર્પોરેટર બને તો આપણા કચ્ચા ચીઠા ખોલશે તો??

જામનગર કોર્પોરેશન ચુંટણીમાં આ વખતે   અમુક વેઢે ગણેલ અને પોતાની કક્ષા બહાર જઈ, માઝા મૂકનાર કોર્પોરેટરો અને કોર્પોરેટર પતિઓ માં ફફડાટ ફેલાયો છે. શું કામ?? કે  ધુરંધર ઉમેદવારો દ્વારા ટિકિટ માંગતા, જો તેઓને ટિકિટ મળે તો જીત નિશ્ચિત છે, અને જો તેઓ જીતી જાય તો આ પૂર્વ કોર્પોરેટરો, અને તેમના           પતિ/ પત્નીની ફાઇલ નિશ્ચિત રીતે ખોલશે તેવો ફફડાટ વ્યાપ્યો છે. એ વેઢે ગણેલ કોર્પોરેટરો બે, ત્રણ ટર્મ પહેલા ઠન ઠન ગોપાલ હતા, અચાનક વૈભવી જીવન જીવવા લાગ્યા, લોકોની નઝર માં છે જ, અને મહત્વનું છે કે પક્ષ ના નિશ્ચિત કેટેગરી ની લિસ્ટ માં પણ છે, સફાયો કરવા કટીબદ્ધ છે. આવા કોર્પોરેટરો અને તેમના પતિદેવો પોતાને ટિકિટ મળે કે ન આવા ધુરંધર ને ટિકિટ ન મળે તેનું લોબિંગ કરી રહ્યા છે, અલબત અમુક ની ટિકિટ જાહેર થઈ ગયેલ છે. ટૂંકા ગાળામાં શૂન્ય થી 100 ની ઝડપ મેળવી લેનાર કોર્પોરેટરો અને કોર્પોરેટર પતિઓ માં ફફડાટ વ્યાપ્યો છે. કોર્પોરેટર બન્યા પૂર્વે માં મી, આજે બે ટર્મ પછી માલ મિલકત નો ફરક બતાવવા નું કહે તો પણ પસીનો આવી જાય તેવી સ્થિતિ છે. આમ ધુરંધરો ના ટિકિટ માંગવાથી અમુક કોર્પોરેટર માં ફફડાટ જણાય રહ્યો છે

@ગુગલી

આ વખતે સમગ્ર પણે ભાજપમાં ઉમેદવારો ચયનમા ખૂબ બારીકાઇ રાખીને ભાજપ સામે અપપ્રચાર થાય છે તેની સામે છબી ઉજળી કરવાની દિશામાં ચાલશે આ વિધાનસભા પહેલાની સેમીફાઇનલમાં સ્થાનીક સ્તરેથી જો કોઇ દાવ લગાડી કોઇને “રાજી” કરીને ટીકીટ મેળવવા જશે તો ગધ્ધી ને ફાળીયુ બેય જશે કેમકે ભાજપ સંગઠન પાસે દરેકની મીલકતો,બેંક બેલેન્સ,મોંઘી ખરીદીઓ વગેરેની તલસ્પર્શી વિગત છે તેમજ જે લોકોએ કામ કર્યા છે અને પક્ષની શીસ્ત પણ જાળવી છે તે પસંદગીમા અગ્રક્રમે રહેશે દરમ્યાન અમુક રાજકીય વિશ્ર્લેષકોના મતે ભાજપએ પચાસ થી વધુ બેઠક જીતવાનુ લક્ષ્ય રાખ્યુ છે બુથ મજબૂત કરવા કવાયત આદરી છે તેમાં અમુક ચોક્કસ કોર્પોરેટર  પતી-પત્નીને બુથ કેમ સર કરવુ તેની ખબર જ નથી કેમકે તેઓ તો ચોવીસેય કલાક લાભ ક્યાથી મળે તેમાં જ વ્યસ્ત હતા ને? અને લોકો પણ જાણે છે અને પક્ષ પણ જાણે છે ત્યારે વામણા વિચારો લઇને કે ભાગીદારીમાં કામો રખાવીને સ્વકેન્દ્રી કામો કરનારને બીજી તરફ હવે ચોક્કસ દાવેદારને ટીકીટ મળે ને જીત જાય એટલે આ સ્વકેન્દ્રી ગગન વિહારીઓના કારનામા બહાર પડવાની ભીતી સેવાય રહી છે નગરમાં ચોરે ને ચૌટે જે રાજકીય સમીક્ષકો છે તેઓએ આ મુજબનુ તારણ આપ્યુ છે અને ઉમેર્યુ છે કે દર વખતે દોડધામ કરે છે પદ માટે પણ મળતુ નથી એટલેકે સાચી દીશા નથી મળતી તેવા લોકોને મોરની કળાની જેમ સૌ જાણતા જ હોય છે

__________________

–રીગાર્ડઝ

ભરત જી. ભોગાયતા

પત્રકાર

બી.એસસી.,એલએલ.બી.,ડીવાયએન(જીએયુ),જર્નાલીઝમ

8758659878

 

Back to top button
error: Content is protected !!