ગુજરાત રાજ્ય સાબરકાંઠા જિલ્લામાં આવેલ સાબર સ્ટેડિયમ ભ્રષ્ટાચાર ના ભરડા માં
ગુજરાત રાજ્ય સાબરકાંઠા જિલ્લામાં આવેલ સાબર સ્ટેડિયમ ભ્રષ્ટાચાર ના ભરડા માં ઉચ્ચકક્ષા એ થી તપાસ ના આદેશ હોવા છતાં તપાસ કરતા અધિકારી ઓ અને ભ્રષ્ટાચારી ઓ ની મિલિભગત કરી ભીનું સંકેલી લેવામાં આવ્યું.
ડામોર સાહેબ લાખો રૂપિયા ના ભ્રષ્ટાચાર માં સસ્પેન્ડ ત્યાર બાદ ડી એસ જી ઓ પુનમબેન આગેવાની માં લાખો રૂપિયા નો “સ્ક્રેપ ” કોરોના કાળ દરમિયાન બારોબાર કરી દેવામાં આવ્યો કોઈ પણ જાતની ઉચ્ચકક્ષા એ થી પરમિશન વગર કે કોઈપણ જાહેરાત વગર કોઈપણ જાતના ગવર્મેન્ટ રોલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા વગર આપી દેવા માં આવ્યો .. ડામોર સાહેબ વખતે જે તે કૌભાંડ માં ખરીદી કરવામાં આવેલા “ચિલ્ડ્રન જીમ ઇન્સ્ટ્રુમેન્ટ * જે બાલમંદિરો માં આપવાના હતા. લાખો રૂપિયાની રકમના ઇન્સ્ટ્રુમેન્ટ રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા તે હજી સુધી કોઈને ખબર નથી. એ પણ મોટો તપાસનો વિષય છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ચીફ કોચ બારિયા સાહેબને સમગ્ર પ્રકરણ નું ધ્યાન દોરવા માં આવ્યું હતુ પણ હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી અને ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં સાબર સ્ટેડિયમ ખાતે મિનલ પ્લાન્ટ હોવા છતાં લાખો રૂપિયા નું પાણી બહારથી મંગાવવામાં આવે છે . છેલ્લા એક વર્ષ થી મલાઈ ખાવાની આદત પડી ગયેલ અધિકારી ઓ ને મિનરલ પ્લાન્ટ રીપેરીંગ કરી ચાલુ કરવામાં રસ નથી પરંતુ બહારથી મિનરલ પાણીની બોતલ 20 રૂપિયા ની 20 લીટરની બોતલ 40 રૂપિયામાં ખરીદી કરવામાં રસ છે. ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. ઉચ્ચકક્ષાએ મૌખિક રજૂઆત કરવામાં આવેલી છે. ઉચ્ચકક્ષાએથી આદેશ પણ કરવામાં આવે છે પણ તપાસ કરતા અધિકારીઓ ને ભ્રષ્ટાચારી અધિકારી ઓ ને બચાવવા માં રસ છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં નહીં. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ફિઝિયોથેરાપી ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદી કરવામાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી છે પણ પરિણામ શૂન્ય છે. સાબર સ્ટેડિયમ સ્વિમિંગ પુલ પર એજન્સી દ્વારા મેન્ટેનન્સ સફાઈ માટેના આઠ માણસો મૂકવા માં આવેલા છે. પણ ચાર વ્યક્તિઓ જ કાર્યરત છે બીજા ચાર વ્યક્તિઓ કોણ છે કોઈને ખબર નથી. તે પણ ચર્ચાનો વિષય બન્યો છે આઠ વ્યક્તિઓનો પગાર કરવામાં આવે છે . અને કઈ રીતે કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે. સી.સી.ટીવી ફૂટેજ ખગારવામાં આવે તો સમગ્ર પ્રકરણ ની યોગ્ય તપાસ કરવામાં આવે તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આગામી સમયમાં હિંમતનગરના જાગૃત નાગરિક એ.સી.બી અમદાવાદ અને તકેદારી આયોગ વિજિલન્સ ના સરણે ન્યાય મેળવવા જશે તે નક્કી વાત છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ઉચ્ચકક્ષાના અધિકારીઓ સમક્ષ સમગ્ર બાબત ની જાણ કરવા મા આવી છે છતાં પણ નકર પરિણામ ન મળતા સમગ્ર સાબરકાંઠાની જનતા તેમજ હિંમતનગર ની જનતા ને ખુબ જ અસંતોષ થવા પામ્યો છે અને લોક મૂખે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું રહ્યું કે ભ્રષ્ટાચાર ની વિરોધ ની લડાઈ માં ભ્રષ્ટાચાર ની જીત થાય છે કે સત્યની જીત થાય છે .ભ્રષ્ટાચારી ઓ ઉઘાડા પાડવા માં આવે છે યોગ્ય સજા કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું ?