ચોટીલા પ્રાંત અધિકારીએ બિન ખેડૂત બનેલા મૂળ ખેડૂતોને ઝડપી ખેડૂત ખરાઈ કરી ખાતેદાર પ્રમાણપત્ર એનાયત કરાયાં

તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર, પ્રાંત ચોટીલા એચ.ટી. મકવાણા દ્વારા એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બિન-ખેડૂત બનેલા મૂળ ખેડૂતોને ઝડપી અને નિયત સમય મર્યાદામાં ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું સરકારના સન-૨૦૦૯ ના પરિપત્ર મુજબ જે ખેડૂતો પોતાની જમીન વેચાણ કરીને બિન-ખેડૂત બનેલ હોય તેઓને બે વર્ષના સમય ગાળામાં અન્ય જગ્યાએ જમીન ખરીદવા માટે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે આ સંદર્ભે પ્રાંત અધિકારીના ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકાના પીપરાળી ગામના અરજદાર કનકભાઈ હરિભાઈ મુળિયા રહે, થાનગઢ અને કુંદનબેન હરિભાઈ મુળિયા રહે, અમરેલી તેમજ મૂળી તાલુકાના દાણાવાડા ગામના અરજદાર વર્ષાબેન દીપકભાઈ જેતપરિયા રહે, ધાંગધ્રાને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું પ્રમાણપત્ર મેળવ્યા બાદ અરજદારોએ લેખિતમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમના મંતવ્ય મુજબ, અમોને ખૂબ જ ઝડપી અને નિયત સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારની અડચણ વગર અને કાયદાઓ તેમજ પરિપત્રના એકદમ સરળ ઉપયોગથી પ્રમાણપત્ર આપવામાં આવેલ છે અમો સરકારની તથા પ્રાંત અધિકારીની કામગીરીથી ખૂબ જ ખુશ છીએ.




