ધ્રાંગધ્રામાં ઉભરાતી ભૂર્ગભ ગટરોથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા

તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પાલીકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે પરંતુ નિયમિત સફાઈ અને રિપેરિંગના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં ભુર્ગભ ગટરો ઉભરાતા તેના ગંદા પાણી સોસાયટી સહીત મુખ્ય માર્ગેો પર ફરી વળતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે બીજી બાજુ અમુક વિસ્તારોમાં ભુગર્ભ ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં હળવદ રોડ પર રહેતા એક રાહદારી તુટેલા ભુગર્ભ ગટરના કારણે પડતા પડતા રહી જતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે હાલ તાજેતરમાં પડી રહેલ કમોસમી વરસાદને કારણે અનેક શહેરી વિસ્તારોમાં ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઢાંકણા નજરે નહી પડતા પડી જવાના કે અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે આ મામલે જાગૃત અને સામાજીક નાગરિકો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તે પહેલા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં તમામ તૂટેલા ભુગર્ભ ગટરના ઢાંકણાને બદલી નવા ઢાંકણા નાખવામાં આવે તેમજ ભુગર્ભ ગટરની નિયમીત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



