HIMATNAGARSABARKANTHA

જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં મળી..

અહેવાલ:- પ્રતિક ભોઈ

જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં મળી..

જિલ્લા કારોબારી, ઝોન,તાલુકા ના હોદ્દેદારો ની હાજરીમાં આગામી કાર્યક્રમો ની થઈ ચર્ચા..

જૂનાગઢ જિલ્લા ના પ્રવાસે પ્રદેશ પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ,ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની તેમજ આઈ ટી એલ ના નીતિન ઘેલાણી હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં જિલ્લા કારોબારી ના હોદ્દેદારો,તાલુકા ના પ્રમુખો, ઝોન ના હોદ્દેદારો ની મહિલા વિગ પણ ના બહેનોની હાજરીમાં એક મિટિંગ 27 મી ને રવિવારે સવારે, સ્વામિનારાયણ મંદિર ના ઉતારા માં યોજાઈ હતી.

પ્રદેશ હોદ્દેદારો નું સન્માન સ્વાગત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ દ્વારા કરાયા બાદ સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણીઓ ની વિગતે ચર્ચા કરી હતી,જિલ્લા સંગઠન દ્વારા સર્ચ સમાજ સમૂહ લગ્ન નું સફળ આયોજન કરવા બદલ જિલ્લા સંગઠન ને અભિનંદન આપી સરાહનીય કામ સેવા બદલ સરાહના કરી હતી..
આ મિટિંગ માં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર,ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા, મહા મંત્રી કમલેશભાઈ મહેતા,વિનેશ ભાઈ કાગડા,ગોપાલ ભેસાણીયા,અશોકભાઈ રેણુકા,રહીમભાઈ કારવાત, શીતલ રામાણી,સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!