GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય યોજના કેવાયસી કરાવવા મામલતદાર કચેરીમાં આવેલ સંખ્યાબંધ લોકો લાઈટ બંધ હોવાથી ભારે પરેશાન.

તારીખ ૦૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી તાલુકાના ગામોમાં થી વિધવા સહાય યોજના તેમજ વૃદ્ધ અને નિરાધાર પેન્શન યોજના હેઠળ કેવાયસી કરાવવા માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા પરંતુ સવારે ૮ કલાક થી એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે મામલતદાર કચેરી માં લાઈટ ન હોવાથી કેવાયસી કરાવવા આવેલ સંખ્યાબંધ મહિલાઓ ભારે પરેશાન જોવા મળી હતી.કાલોલ મામલતદાર સ્ટાફ આશિયાના સોસાયટીમાં દબાણ હટાવવા ની કામગીરીમાં વ્યસ્ત હતો મીડિયા દ્વારા મામલતદારનું ધ્યાન દોરી કેવાયસી કરાવવા આવેલ લોકોને યોગ્ય જવાબ પાઠવવા જણાવતા મામલતદાર ની સૂચના બાદ લાભાર્થીઓ ને આજ રોજ કેવાયસી નુ કામ બંધ રહેશે તેવુ જણાવ્યું હતું અને રાહ જોઈ બેસી રહેલા લોકો પોત પોતાના ઘરે જવા નીકળ્યા હતા.






