સુરેન્દ્રનગર જિલ્લાની ખાણોમાં શ્રમિકોના મૃત્યુ મામલે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ.

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરે છે. જેને પગલે ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોવાથી સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના આગેવાન અમૃતભાઇ મકાવાણા દ્વારા શર્ટ લેશ થઇ ખુલ્લા પગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી રાજ હોટલથી કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં પહોંચ્યા હતા ત્યારે કલેકટર કચેરી બહાર ધરણા કરી માંગ કરી હતી કે, કોલસાની ખાણોમાં એક વર્ષ દરમિયાન થયેલા મોતના મામલે એસ.આઈ.ટીની રચના થાય અને તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય શ્રમિકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને રાજય સરકાર એક-એક કરોડ રૂપિયાની સહાય જાહેર કરે,ખાણમાં શ્રમિકોના મોત મામલે મુળી પોલીસ સ્ટેશનમાં જે એફ.આઇ.આર દાખલ થઈ છે તે તમામ આરોપીની તાત્કાલિક ઘડપકડ કરવામાં આવે, સરકારી ખરાબામાંથી ખનીજચોરી થાય છે તેના વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુના દાખલ કરી ખનીજચોર અટકાવવામાં આવે, અધિકારીઓ કાર્યવાહી કરે તેને રાજકીય ઈશારે દબાવવાના પ્રયાસ થાય છે તેમની સામે કાર્યવાહની માંગ કરી હતી આખરે સુરેન્દ્રનગર અધિક કલેકટર દ્વારા અર્ધનગ્ન હાલતમાં રજૂઆત કરવા આવેલ અમૃત મકવાણાનું 7 કલાક બાદ આવેદન પત્ર સ્વીકાર્યું હતું મૂળી અને થાનગઢમાં તંત્રની રહેમ નજર નીચે ચાલી રહેલો ખનીજ માફીયાઓ ધંધો બંધ કરી સરકારી તેમજ ખાનગી જમીનમાં ખોદકામ કરી કરોડો રૂપિયા કમાઈ રહેલા માફીયાઓ વિરુદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી સાથે જ ભેટ ગામના આરોપી ક્યાં છુપાયો છે તેની માહિતી સાથે ચેલેન્જ કરવામાં આવી કે હિંમત હોય અને તંત્ર અને અધિકારીઓ જો દૂધે ધોયેલા હોય તો આરોપીની ધરપકડ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.




