GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખોલડીયાદ ગુંદીયાળા ટુવા રોડ પર બ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં
તા.19/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ચોમાસામાં બ્રિજને થયેલું સામાન્ય નુકસાન અને અન્ય જાળવણીના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખોલડીયાદ, ગુંદીયાળા, ટુવા રોડ પર કિલોમીટર ૩/૪૦૦ થી ૩/૫૦૦ વચ્ચે અંદાજે રૂ.૪.૫૦ કરોડના ખર્ચે એક માઈનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં બોક્સ કલ્વર્ટ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદથી દુરસ્ત થયેલા રસ્તાઓની માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.