રાજપીપળામાં રથયાત્રા પૂર્વે આયોજકો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
અગામી ૦૭ જુલાઈ ના રોજ રાજપીપળામાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રા ધામ ધૂમથી નીકળવાની છે ત્યારે સમગ્ર રથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય સૌ ભક્તો હર્ષોલ્લાસથી રથયાત્રામાં ભાગ લે તે હેતુથી નર્મદા પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે
આજે નર્મદા જિલ્લા એએસપી લોકેશ યાદવની અધ્યક્ષતામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ યાત્રાના આયોજકો સાથે મળી રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં કેવડિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા રાજપીપલા ટાઉન પોલીસ મથકના નાયબ પોલીસ અધિક્ષક કુણાલ સિંહ પરમાર તેમજ એસ ઓ જી પી આઈ વાય. એસ. સિર્ષાઠ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
રથ યાત્રા દરમિયાન આવતા વિવિધ વિસ્તારો નું નિરીક્ષણ કરી જરૂરી બંદોબસ્ત ગોઠવવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી ઉપરાંત આયોજકો સાથે રૂટ ની વિસ્તૃત નિરીક્ષણ કરાયું હતું