અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલા ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ ના કોર્ડીનેટરે પોતાના વતન વલસાડ ની આંગણવાડી, શાળાઓ મા વિવિધ કાર્યક્રમો કર્યા.
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક કિલ્લા પારનેરા ના વતની એ વેકેશન દરમિયાન, નાની ચણવઇ, પારનેરા દાદરી ફળીયું, તિથલ ની વિવિધ આંગણવાડી ના ભૂલકાં સાથે પોતાનો પરિચય અપાવી ભવિષ્ય માં શું બનવું છે તેવા પ્રશ્ન ના જવાબ મા તેઓએ ડોક્ટર, એન્જીનીયર, પોલીસ, પ્રોફેસર, IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી. પારનેરા, રાણીપરજ ની શાળાના પ્રથમ દિવસે બાળકોને પ્રેરણાત્મક પ્રવચન કરી સ્માર્ટ વ્યૂ બોર્ડ પર પ્રાર્થના, બાળવાર્તાઓ બતાવી પ્રશ્નોત્તરી કરી બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ જવાબો આપ્યાં. શાળા ના આચાર્ય ભરતભાઈ પટેલ, રાણીપરાજ ના લતાબેન પટેલ તથા સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવ્યો. તમામ માટે અધ્યાપક શ્રી એ જરૂરી ગ્લુકોઝ બિસ્કીટસ ના પેકેટ્સ નું સમર્પણ કર્યું. વેકેશન મા અધ્યાપક શ્રી એ માદરે વતન સુખી સુખા વિરાસત અભયારણ્ય વન માં આશરે 300 વૃક્ષોનું જતન કર્યું. તેઓ શ્રીએ પારનેરા માતાજી ના ઓવરબ્રીજ પાસે જય અંબે ઓનલાઇન સેન્ટર ની શરૂઆત કરી.ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં મનોજે 0.39 કરોડ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે પોતાના સમયે રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર થી વધુ કાર્યક્રમો સાથે અવિરત સેવારત છે.