આણંદના વાલ્મી ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી શિલાન્યાસ
આણંદના વાલ્મી ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી શિલાન્યાસ
તાહિર મેમણ- આણંદ 05/07/2025 – કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ અમિતભાઈ શાહના વરદ હસ્તે આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યુ હતું.
આ તકે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ ‘‘ત્રિભુવન’’ સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારીતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું.
આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે “એક પેડ કે નામ અભિયાન” અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સહિત ઈરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણ પાલ અનેમુરલીધર મોહોલ, રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ આણંદના ધારાસભ્ય સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, જિલ્લા કલેકટર ડો. મિનેશભાઈ શાહ સહિત ઈરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.