
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ ફેબ્રુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય, ભુજ મધ્યે SSC અને HSC બોર્ડની પરીક્ષા આપવા જનાર વિધાર્થીઓને “તનાવ મુક્ત અને પ્રસન્નતા યુક્ત”, બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ માટેનુ માર્ગદર્શન તેમજ શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મુખ્ય વક્તા તરીકે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમની શરૂઆત માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ પદાધિકારીઓનુ શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતુ. પ્રસંગોચિત ઉદબોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેનનુ પુસ્તક અને પેન વડે સ્વાગત સન્માન જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતુ. સેવા સાધના સંચાલક સુરેશભાઇ ગોરસીયાનુ પુસ્તક વડે સ્વાગત સન્માન ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતુ. મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિધાર્થીઓને એકાગ્રતા, અભયતા, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂલમંત્ર સમજાવેલ હતો તેમજ વિધાર્થીઓને પ્રશ્નોતરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોનુ માર્ગદર્શન પણ આપેલ હતુ. ધો. ૭ ની નાનકડી દિકરી ધ્યાની જાનીએ ‘મનોબલ કા મહત્વ’ વિષય પર મોટિવેશનલ સ્પીચ આપેલ હતી. ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ શૈક્ષણિક કીટ આપી, મીઠુ મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. આભાર વિધી તેમજ કલ્યાણ મંત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમારે કરાવેલ હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતુ. આ તકે બન્ને સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા અને કીર્તિભાઇ પરમાર, સરકારી માધ્યમિક મંત્રી વિરેનસિંહ ધલ, વંગ હાઇસ્કૂલ આચાર્ય કુલદીપભાઇ, રસિકભાઈ નિરાશી, રમેશભાઈ વણકર, છાત્રાલય ગૃહપતિ હાથીસિંહ સોઢા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.







