કાલોલ પોલીસ સામે રોફ જમાવવુ ભારે પડ્યુ. કોર્ટે પ્રતિક જોશી ના જામીન અરજી નામંજૂર કરી.

તારીખ ૦૮/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર પોલીસ મથકના પીઆઈ તથા પોલીસ સ્ટાફની ટીમ એમ.જી.એસ શાળા પાસે વાહનચેકીંગમા હતા તે સમયે એક કાળાકાચ વાળી ગાડી નીકળતા પોલીસે ઉભી રાખવા કહેતા ચાલકે ગાડી નહી ઉભી રાખીને આગળ ભગાવી હતી. પોલીસે ગાડીનો પીછો કર્યો હતા. પણ પોલીસને અભદ્ર ઈસારો કર્યો હતો. પોલીસે આગળ જતા ગાડી રોકી હતી. તેમા બેસેલી મહિલાઓએ પોલીસને અમારી ગાડી કેવી રીતે રોકી શકો તેમ કહીને ભારે હંગામો કર્યો હતો. પોલીસે આ મહિલાઓને પોલીસ મથકે લઈ ગયા હતા. તેમા એક મહિલાએ લોકઅપને લાતો મારીને હંગામો કર્યો હતો.આ મામલે કાલોલ પોલીસ મથક ખાતે પોલીસની ફરજમા રુકાવટ અને પોલીસને ધમકી આપવા બાબતનો ગુનો કાલોલ પોલીસ મથક ખાતે નોધાયો હતો. પોલીસ ચાર મહિલા સહીત પાંચ લોકો સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં ગતરોજ પ્રતીક જોશીને સાથે રાખી કાલોલ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારબાદ કાલોલ કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં પ્રતીક જોશીના વકીલ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને દલીલો રજૂ કરવામાં આવી હતી જ્યાં ગુરુવારના રોજ કાલોલ કોર્ટના સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી. પઠાણ દ્વારા આ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.






