DAHODGUJARAT

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.એન્ડ એલ.પંડ્યા હાઇસ્કુલમાં વિદ્યાર્થી સમિતિનો શપથવિધિ સમારોહ યોજાયો

તા.૧૪.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.એન્ડ એલ.પંડ્યા હાઇસ્કુલમાં વિદ્યાર્થી સમિતિનો શપથવિધિ સમારોહ યોજાયો

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ, દાહોદ દ્વારા ભારતીય લોકશાહી પદ્ધતિથી બાળકો અવગત થાય તે ઉમદા હેતુથી ઇ.વી.એમ. વોટીંગ મશીન દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી.ચૂંટાયેલ વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીના વિવિધ હોદ્દેદારો માટે ચૂંટણી કરી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી એલ.આર.તેમજ વિવિધ સમિતિ ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.આ સૌના શપથવિધિ સમારોહ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન શાળાના સુપરવાઇઝર એમ.કે. ફળદુસાહેબ અને અતિથિ વિશેષ  પારસભાઈ જૈન સાહેબ રહ્યા હતા.આવકાર પ્રવચન શાળાના આચાર્યા એન.એન.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાનો અહેવાલ એસ.આર. ગામીત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાબેન દ્વારા શાળા સમિતિના પ્રમુખ ને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમુખ દ્વારા વિવિધ હોદ્દેદારો અને વિવિધ સમિતિના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.અને પ્રસંગને અનુરૂપ આમંત્રિતોએ ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થી સમિતિને બેઝ આપવામાં આવ્યા હતા આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક  કે.ડી.લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમંગ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના શપથવિધિ સમારોહમાં શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!