
જૂનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયાના અધ્યક્ષ સ્થાને માહિતી મદદનીશ કુ.જે.કે.મહેતા અને ફેલો શ્રી સાહિલભાઈ કુંભાણીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીમાં સંપાદન શાખામાં માહિતી મદદનીશ વર્ગ ૩ ની જગ્યા પર કુ.જે.કે.મહેતાની જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતેથી તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. તેમણે ગત તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ ચાર્જ સાંભળી લીધો છે. આ તકે કચેરીના કર્મયોગી મિત્રો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને તેમને આવકાર અપાયો હતો. આ ઉપરાંત સંપાદન શાખામાં ૧૨ મહિનાની ફેલોશિપ યોજના અન્વયે આણંદ જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થી શ્રી સાહિલભાઈ કુંભાણીની નિમણુંક કરવામાં આવી છે. તેમનું પણ અત્રેની કચેરી ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કચેરીના સિનિયર સબ એડિટર શ્રી કે.જી.સિસોદિયા અને શ્રી રોહિતભાઈ ઉસદડ, વહીવટી અને હિસાબી શાખામાંથી અધિક્ષક શ્રી જાદવ, શ્રી વિંઝુડા, શ્રી ગઢવી, શ્રી રાહુલ હેરભા, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી ચંદુભાઈ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




