ANJARGUJARATKUTCH

ભારે પવનના લીધે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને અંજાર નગરપાલિકા દ્વારા દૂર કરાયા.

અંજાર નગરપાલિકા દ્વારા ધરાશાયી થયેલા ઝાડને દૂર કરીને યુદ્ધના ધોરણે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

વરસાદી માહોલમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર રાહત બચાવની કામગીરી માટે ખડેપગે.

અંજાર,તા-૨૯ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે.‌ નાગરિકોને કોઈ જાનમાલની નુકસાની વેઠવી ના પડે તે માટે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની આગેવાની હેઠળ અંજાર નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી પારસ મકવાણા દ્વારા અંજારમાં રાત દિવસ ખડેપગે રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અંજાર નગરપાલિકા એ ભારે પવનના લીધે ધરાશાયી થયેલા જોખમી હોર્ડિંગ્સને દૂર કર્યા હતા. આ ઉપરાંત, વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા અંજાર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના લીધે રોડ રસ્તાઓ પણ બ્લોક થયા હતા. જોકે, અંજાર નગરપાલિકા દ્વારા જેસીબી મશીન, ઈલેક્ટ્રોનિક વુડ કટર મશીનથી યુદ્ધના ધોરણે ધરાશાયી થયેલા ઝાડને દૂર કરીને જાહેર રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા હતા. આમ, નાગરિકોને કોઈ જ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે હાલમાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોય લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અને તંત્ર આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!