ઈડરિયા ગઢ પર અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર….

સાબરકાંઠા…
ઈડરિયા ગઢ પર અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર….
અર્ધ સળગેલી હાલતમાં ઈસમની લાશ મળતા દર્શનાર્થી ઓમાં ભય…
સાબરકાંઠા નો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ઈડરિયા ગઢની મુલાકાતે દિવસ રાત મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. રાજમહેલ ની પાછળના ભાગમાં અજાણ્યા ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તંત્ર સહિત પોલીસ વિભાગ દોડતું થયું રાજમહેલ ની પાછળના ભાગમાં અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યાં ઈસમની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ઈડર રાજમહેલ પાછળના ભાગમાં એક અજાના ઈસમની અર્ધ સળગાવેલી હાલતમાં લાશ જોવા મળતા દર્શનાર્થીઓ દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી પોલીસ તંત્રને જાણ કરાતા સ્ટાફ ધટના પહોચી મૃતક ઈસમની હત્યા થઈ છે કે પછી તેને પોતે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસતો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે પોલીસે હત્યા થઈ હોવાની શંકા ને લઈ એફ.એસ.એલ સહિતની ટીમની મદદ લઇ મૃતક ઈસમની લાશ ને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડામાં આવી હતી. જૉકે હાલના સમયે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
જયંતિ પરમાર સાબરકાંઠા



