ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી: કુદરતી આફતમાં વૃદ્ધનું મૃત્યુ, માનવ મૃત્યુ સહાય યોજના હેઠળ પરિવારને રૂ. 4 લાખની સહાય આપવામાં આવી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: કુદરતી આફતમાં વૃદ્ધનું મૃત્યુ, માનવ મૃત્યુ સહાય યોજના હેઠળ પરિવારને રૂ. 4 લાખની સહાય આપવામાં આવી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામના ખાનપુર ફળીયામાં એક દુઃખદ ઘટના ઘટી હતી. ભારે પવન અને વરસાદના કારણે રાત્રિ દરમિયાન એક કાચું મકાન ધરાશાય થયું હતું. આ અકસ્માતમાં મકાનમાં સૂઈ રહેલા 70 વર્ષીય વૃદ્ધ ડામોર સવજીભાઈનું દટાઈ જતા દુઃખદ મૃત્યુ થયું હતું. આ ઘટનાને કુદરતી આફત ગણવામાં આવી હતી અને રાજ્ય સરકારની માનવ મૃત્યુ સહાય યોજના હેઠળ મૃતકના પરિવારને રૂ. 4 લાખની સહાય આપવામાં આવી હતી. સહાયનો ચેક અધિકારીઓ દ્વારા પરિવારને અર્પણ કરવામાં આવ્યો.આ પ્રસંગે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય પી.સી. બરંડા, તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તમામે મૃતકના પરિવારને આશ્વાસન આપ્યું અને દુઃખની ઘડીમાં સાથ આપ્યો હતો

Back to top button
error: Content is protected !!