અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
રેલ્લાવાડા વિસ્તારમાં બ્રાંચ પોસ્ટ ને સબપોસ્ટમાં ફાળવવા માંગ તીવ્ર બની છેલ્લા 4 વર્ષથી માંગ સંતોષાતી નથી..!!! આર પી એડી અને અન્ય કામકાજ માટે મેઘરજ, મોડાસા અને લુસાડીયા ખાતે જવું પડે છે
રેલ્લાવાડા વિસ્તારમાં બ્રાંચ પોસ્ટ આવેલી છે તેમજ રેલ્લાવાડા અને આજુબાજુનો વિસ્તાર રાજેસ્થાન સરહદે આવેલો વિસ્તાર છે જેમાં મેઘરજ તાલુકો રાજેસ્થાન સરહદને અડકીને આવેલો છે અને ત્યાં કેટલીક બ્રાંચ પોસ્ટ આવેલી છે જેમાં ઇટવા, કૂણોલ , ઇસરી, નવાગામ, પાણીબાર, કસાણા, શણગાલ સિવાય આઠ થી વધુ પોસ્ટબ્રાંચો આવેલી છે પરંતુ રેલ્લાવાડા વિસ્તાર એ રાજેસ્થાન અડકીને આવેલો છે જેમાં વિસ્તારના કેટલાય ગામોનું મુખ્ય સેન્ટર ઘણવામાં આવે છે ત્યાં કામકાજ માટે અનેક લોકો આવતા હોય છે પરંતુ અહીંના વિસ્તારની સમસ્યા એ છે કે પોસ્ટને લગતા જેવા કેટલાક કામો જેના માટે મોડાસા, મેઘરજ તેમજ લુસાડીયા જવું પડે છે જેમા આર પી એડી કરવા માટે 30 કિમી થી વધુ અંતરે જવા આવવા માટે મુશ્કેલી અનુભવાતી હોય છે જેને લઇ જાગૃત નાગરિક પંચાલ મગનભાઈ મોતીભાઇ એ સૌની માંગ ને લઇ 2021 માં રેલ્લાવાડા ને સબ પોસ્ટ ફાળવવા અંગે હેડ પોસ્ટ માસ્તર હેડ પોસ્ટ ઓફિસ અધિક ડાકઘર સાબરકાંઠા વિભાગ હિંમતનગર ને લેખિત જાણ કરવામાં આવી છે જેને લઇ આ બાબતે સબ પોસ્ટ ફાળવણી માંગ ને લઇ જે તે વિભાગ ધ્વારા અરજદાર ને લેખિત જવાબ આપવામાં આવ્યો હતો જેમાં રજૂઆત અન્વે સહાયક અધિક્ષક ડાક ઘર મોડાસા ઉપ વિભાગને તપાસ સોંપવામાં આવી હોવાનું લેખીત જણાવવામાં આવ્યું હતું પરંતુ 4 વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી અરજદાર ને ચોક્કસ જવાબ કે માંગ સંતોષવામાં આવી ન હોવાથી અરજદાર ધ્વારા સ્વાગત કાર્યક્રમ હેઠળ મેઘરજ મુકામે મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે હવે રેલ્લાવાડા વિસ્તારમાં આવેલ બ્રાંચ પોસ્ટ ને સબ પોસ્ટ તરીકે ફાળવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું





