ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકામાં એટીવીટી યોજનામાં ભાજપ કાર્યકરોએ કામ વહેચી લીધા બીજી પંચાયતો વિકાસના કામથી વંચીત

તાલુકા ભાજપ સંગઠના ત્રણ નેતાઓ એ પંદર પંદર લાખના કામો વહેચી લીધા કેટલીક પંચાયતો વિકાસના કામોથી વંચીત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં એટીવીટી યોજનામાં ભાજપ કાર્યકરોએ કામ વહેચી લીધા બીજી પંચાયતો વિકાસના કામથી વંચીત,ટીડીઓને આવેદન પાઠવ્યુ

તાલુકા ભાજપ સંગઠના ત્રણ નેતાઓ એ પંદર પંદર લાખના કામો વહેચી લીધા કેટલીક પંચાયતો વિકાસના કામોથી વંચીત

મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચારે માજા મુકી હોય તેવુ દેખાઇ રહ્યુછે એટીવીટીના વિકાસના કામોની મંજુરી આવતાં તાલુકામાં સનસનાટી મચી જવા પામી છે ભાજપ સંગઠનના ત્રણ જવાબદાર નેતાઓએ પોતાની લાગતી વળગતી તેમજ પોતાની પંચાયતમાં અસંખ્ય કામો મુકી મંજુર કરાવી લીધા છે જ્યારે કેટલીક ગ્રામપંચાયતોને વિકાસનુ એક પણ કામ ન ફળવાતાં તાલુકામાં હોબાળો મચ્યો છે જ્યારે એક પંચાયત વિસ્તારના લોકોએ ટીડીઓને આવેદન પાઠવ્યુ હતુ

મેઘરજ તાલુકામાં વર્ષ.૨૦૨૩/૨૪ ના એટીવીટી આયોજનમાં તાલુકાની તમામ ગ્રામપંચાયતો પાસેથી ખાસ જરૂરીયાત વાળા કામોની યાદી મંગાવવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત કચેરી મેઘરજ ના બાંધકામ વિભાગના એસઓ દ્વારા વિકાસના કામોની યાદી તૈયાર કરાઇ હતી જેમાં એટીવાટીના દોઢ કરોડના આયોજનમાં તાલુકા ભાજપ સંગઠનના ત્રણ શખ્સોએ પોતાની લાગતી વળગતી તેમજ પોતાના વિસ્તારની પંચાયતમાં જ પંદર પદર લાખના કામો મુકી દેવાયા હતા તેમજ સોળ લાખના કામો બદલી પોતાના વિસ્તારમાં અલગ થી મંજુર કરાવી દેવાયા હતા
ત્યારે ઇપલોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં એટીવિટી યોજના અંતર્ગત એક પણ વિકાસનુ કામ ન ફળવાતાં પંચાયતના સરપંચ સહીત ગામોના ૫૦ જેટલા આગેવાનો મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી પંચાયત વિસ્તારમાં વિકાસના કામ ફાળવા તેમજ મંજુર થયેલ કામોની તપાસ માટે માંગ કરાઇ હતી

Back to top button
error: Content is protected !!