
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
તાલુકા મથક હોવા છતાં ખેરગામમાં આજદિન સુધી સરકારી રમતગમતનું મેદાનની સુવિધા રમતપ્રેમીઓને મળી શકી નથી.આ મામલે ગામના આગેવાનોએ સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી રમતગમત માટે યોગ્ય મેદાન ફાળવવામાં આવ્યું નથી. પરિણામે સરકારી મોટા કાર્યક્રમો, રમતગમત મહોત્સવ તેમજ પોલીસ પ્રશાસનની પરેડ જેવા કાર્યક્રમો માટે પણ ખેરગામમાં કોઈ સરકારી મેદાન ઉપલબ્ધ નથી.ખેરગામમાં રમતગમતના વિકાસ માટે યુવાનો દ્વારા લાંબા સમયથી માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ અંગે ભૌતેશ કંસારા, ઈશ્વરભાઈ પટેલ અને આશિષભાઈ ચૌહાણ દ્વારા અનેકવાર સ્થાનિક ધારાસભ્ય નરેશભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે જવાબ મળ્યો નથી.


