કાંકરેજ તાલુકાના થરા ખાતે બ્રાઇટ ટયુશન ક્લાસિસ દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ.
કાંકરેજ તાલુકાના થરા ખાતે બ્રાઇટ ટયુશન ક્લાસિસ દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ.
થરા ખાતે બ્રાઇટ ટયુશન ક્લાસિસ દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ ક્લાસીસ ‘બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ’ના પી.એમ. સુતરિયા,રસિકભાઈ પંચાલ, કિરણભાઈ ચૌધરી,હિમાનીબેન પ્રજાપતિના અથાગ મહેનત દ્વારા અનેક વિધાર્થીઓ ભાવિ પેઢીનું ઘડતર કરી રહ્યા છે. ત્યારે આ ક્લાસીસ દ્વારા ગઈ કાલે વાનગી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપી મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.થરા શહેર યુવા ભાજપ એવમ કાંકરેજ તાલુકાના માનવ અધિકાર સહાયતા સંઘના પ્રમુખ લાલસિંહ આઈ.વાઘેલાએ વિધાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે આવી અનેક સ્પર્ધાઓથી બાળકોની રચનાત્મકતા,કુશળતા અને સંસ્કૃતિના વિકાસ માટે વધુ કળામાંથી પ્રવૃત્ત થશે.બ્રાઈટ ટ્યૂશન પરિવાર નો આ તબકે હૃદયપૂર્વક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે સેવા પુરી પાડી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530