GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના દેલોલ પુલ પરથી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી એ રેતી ભરેલુ એક ટ્રેકટર ઝડપ્યુ,અન્ય એક છોડી મુક્યુ.

 

તારીખ ૩૦/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ પુલ પાસે થી ખાણ ખનીજ વિભાગ ના મુખ્ય અધિકારી એવા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી એ મંગળવારે રેતી ભરી જતુ એક ટ્રેકટર જેનો નંબર જણાતો નથી અને તેને મદદ કરતુ ટ્રોલી વગરનું બીજુ ટ્રેકટર ઝડપી લીધુ હતુ પરંતુ કોઇ અગમ્ય કારણોસર ટ્રોલી વગરનુ ટ્રેકટર છોડી દીધુ હતુ રેતી ભરેલ ટ્રેકટર ને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકવામાં આવ્યુ હતુ. આ બાબતે મિડીયા દ્વારા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી પાસે થી મુદ્દામાલ ની વિગત માંગતા,”મને ગણતરી કરતા આવડતુ નથી થોડી વારમાં મારી ટીમ તમને વિગત મોકલી આપશે”તેવો જવાબ આપ્યો હતો. ટ્રેકટર ચાલક નુ નામ,ટ્રેકટર માલીક નુ નામ જેવી કોઇ વિગતો કાલોલ મામલતદાર કચેરી ખાતે જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી એ મિડીયા ને આપી નહોતી અને અન્ય એક ટ્રેકટર કેમ છોડી મુક્યુ ? તે પણ જણાવ્યુ નહી. તો શુ ટ્રેકટર પકડ્યા બાદ તેનુ વજન કરાવ્યુ હતુ કે કેમ? ટ્રેકટર ના ચાલક અને માલીક નુ નામ આપવાનુ કેમ ટાળ્યુ? જેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. કાલોલ નગર અને તાલુકામા દિન દહાડે બેફામ ખનન ચાલી રહ્યુ છે અને રેતી, માટી ભરેલા ટ્રેકટરો, હાઈવા બિન્દાસ્ત સડક ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે એક ટ્રેકટર પકડી તેની વિગતો મિડીયા થી છુપાવવો કેટલો યોગ્ય?

Back to top button
error: Content is protected !!