અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાયડ : સાઠંબા ગામના ઇસમની તબિયત લથડતા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયો, યોગ્ય તપાસ કરી જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરે તેવી માંગ
બાયડના સાઠંબા ગામે મનિષ નામના ઇસમને માર માર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી મોડાસા ખાતે વાલ્મિકી સમાજના આગેવાન તેમજ ભોગ બનનાર ઇસમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આક્ષેપો કર્યા હતા કે બે ભાઈઓ ના ઝગડામાં ભોગબનનાર ઇસમ વચ્ચે પડ્યો હતો જેને પોલીસ ધ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે વાલ્મિકી સમાજ ધ્વારા અને ઇસમ ધ્વારા જે પણ પોલીસ કર્મી આ બાબતે સંડોવાયેલ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાઠંબા ના મનિષ ને પોલીસ દ્વારા માર મારવામાં આવી છે ત્યારે ગંભીર ઇજાઓ પહોંચી છે જેને લઇ. તેમની તબિયત લથડતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા