નમો રેસીડેન્સી સોસાયટી ખાતે નગરપાલિકા પ્રમુખના વરદહસ્તે પીવાના પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરાયું
તારીખ ૦૩/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વર્ષ ૨૦૧૬થી નિર્માણ પામેલ નમો રેસીડેન્સી સોસાયટીમાં ભૌતિક સુવિધાઓ જેવી કે, પાણી,ગટર, સ્ટ્રીટલાઇટ તેમજ રસ્તાની અસુવિધા વર્તાતી હતી. જેના પગલે અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા પ્રાપ્ત થવા ન પામી હતી. પરંતુ ગોધરા નગરપાલિકાના હાલના પ્રમુખ જયેશભાઈ ચૌહાણને રૂબરૂ મુલાકાત કરી સમસ્યા જણાવતા તાત્કાલિક ધોરણે નમો રેસીડેન્સી સોસાયટીની ભૌતિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. જે અંતર્ગત પ્રમુખએ પોતાનું વચન પાળતા સ્ટ્રીટ લાઈટની સુવિધા કરી આપવામાં આવેલ તથા હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જળ સંકલ્પને ચરિતાર્થ કરતાં પીવાના પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવાનો સંકલ્પ પણ પૂરો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમના દ્વારા અન્ય સમસ્યાઓનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે એવી સાંત્વના પણ આપવામાં આવી હતી.