GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગ્રામ્ય પરિવેશ પંથક માં પશુ પ્રેમ ખેડૂતો માટે આજે પણ જીવંત છે.

તારીખ ૧૮/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશના પીંગળી પંથક માં એક ભેંસનું માથું વડ ની વડવાઈઓ ની અંદર ફસાઈ જતા ભેંસ ને માથું બહાર કાઢવું શક્ય ન હતું અને ભેંસ ના બન્ને શીંગડા ભેગા હતા આ દ્રશ્ય જોઈ કાલોલ તાલુકાના કવિ વિજય વણકર પ્રીત ભેંસ ના શીંગડા વડલા ની ડાળો સાથે ભરાયેલા કેવી રીતે કાઢવા તે માટે ઘણી મહેનત બાદ એ મહેનત વ્યર્થ ગઈ હતી કારણ કે વધું જોર થી ભેંસ ના શીંગડા દબાવવા થી કે આઘા પાછા કરવા થી કરમોળ માંથી શિંગડું તૂટી જાય તો?? એ બીકે ભેંસ નો આબાદ બચાવ થાય તે માટે વડ ની ડાળ કાપી ને તેને સહેલાઈથી વડલા ની ડાળો ના બંધન માંથી મુક્ત કરી હતી એ પણ પૂનમ નો દિવસ આવો પશુ પ્રેમ,પક્ષી પ્રેમ, ખેડુત જીવ માં ભારો ભાર આજે પણ જીવંત છે જે માટે એક ઉત્તમ કાર્ય કર્યું હતું.







