GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સ્ટેશન રોડ વિસ્તારમાં એકટીવા સ્લીપ થઈ જતા ચાલકને ઈજાઓ પહોંચી કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 

તારીખ ૨૨/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મઠ ફળિયામા રહેતા ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમારે કાલોલ પોલીસ મથકે આજ રોજ નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓના મોટાભાઈ વિરેન્દ્રસિંહ કનુભાઈ પરમાર બુધવારે એક્ટિવા લઈને બજારમાં જઈ આવુ છું તેમ કહી નીકળ્યા હતા જેઓ ડેરોલ સ્ટેશન થી કાલોલ તરફ આવતા હતા ત્યારે સૂપેડા હોસ્પિટલની થોડે આગળ કેનેરા બેંક પાસે ગફલતભરી રીતે એકટીવા હંકારતા સ્લીપ ખાઈ જતા રોડ ઉપર એકટીવા સાથે પડી ગયા હતા જેઓને માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી જેઓને કાલોલ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ હાલોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ લીમડા ગામે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેઓ બેભાન હાલતમાં હોય તેઓના ભાઈ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!