GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકા ના કર્મચારીઓ એ ચીફ ઓફીસર ને પડતર પ્રશ્નો ના મુદ્દે આવેદનપત્ર સુપ્રદ કર્યું

પાલિકા કર્મચારીઓ લોકસભાની આવી રહેલી ચૂંટણી માં પરિવાર સહિત મતદાન નહીં કરવાની આપી ચીમકી

વિજાપુર નગરપાલિકા ના કર્મચારીઓ એ ચીફ ઓફીસર ને પડતર પ્રશ્નો ના મુદ્દે આવેદનપત્ર સુપ્રદ કર્યું

પાલિકા કર્મચારીઓ લોકસભાની આવી રહેલી ચૂંટણી માં પરિવાર સહિત મતદાન નહીં કરવાની આપી ચીમકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાના કર્મચારી મંડળ એ પડતર પ્રશ્નો ની ઘણી રજૂઆતો કર્યા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવતા ગુરૂવારે સવારે પાલિકા ખાતે ભેગા મળી ને ચીફ ઓફીસર અલ્પેશ પટેલને આવેદનપત્ર સુપ્રદ કરી પડતર પ્રશ્નોના નિવારણ અંગે રજૂઆત કરી હતી આ અંગેની મળતી માહીતી મુજબ નગરપાલિકા માં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ બાબતે તા.7/3/2024 ના રોજ અંતિમ નોટીસ આપી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જેનો આજદિન સુધી કોઈ ઉકેલ સરકાર લાવી શકી નથી આ અંગે અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ નગર નિયામક ગાંધીનગર તેમજ કમીશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેનો પણ પ્રશ્નોના નિરાકરણ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી જે વિવિધ મુદ્દે પાલિકાના કર્મચારીઓ ભેગા મળી ને ચીફ ઓફીસર ને આવેદનપત્ર સુપ્રદ કરી જો પડતર પ્રશ્નનો સત્વરે ઉકેલ સરકાર નહીં લાવે તો આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં કર્મચારીઓ પોતાના પરિવાર સહિત મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી,

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!