DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની 7 દિવસે પણ ભાળ નહીં.

તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાતાલુકાના જશમતપુર પાસેની નર્મદા કેનાલમાં પડેલા પિતા પુત્રની સાત દિવસ થવા છતાય ભાળ નહી મળતા પરિવારજનો ચિંતાતુર થઇ ગયા છે જ્યારે તંત્ર દ્વારા સાયફનમાં કેવી રીતે પહોચવું એની મથામણ ચાલી રહી છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જશમતપુર ગામ પાસેની કેનાલમાં પુત્રને કેનાલમાં ફેંકી પિતાએ પણ બાજુના ખેડૂતોની નજર સામે જ કેનાલમાં ઝંપલાવ્યુ હતુ ત્યાર બાદ તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત શોધખોળ કરવા છતાય ભાળ નહી મળતા છેવટે તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની ટીમ બોલાવાઇ હતી હાલ છેલ્લા ત્રણ દિવસથી એન.ડી.આર.એફ.ના જવાનોની ટીમ દ્વારા સતત શોધખોળ કરવા છતેંય બે માંથી એકેય નો પતો મળતો નથી બીજી તરફ આ મેલડી માતા નજીક આવેલો 500 ફૂટ જેટલા લાંબા સાયફનમાં હોવાની પુરી શકયતા સેવાઇ રહી છે પરંતુ અંદર જઇ શોધખોળ કરવી ખુબ મુશ્કેલ હોવાથી હવે ટીમ કેવી રીતે અંદર પહોચી તપાસ કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે સાથે અત્યાર સુધી પિતા પુત્ર બંનેમાંથી એકેયનો પતો નહી મળતા પરીવાર સહિત ગ્રામજનોએ ભારે ચિતા વ્યકત કરી છે.

Back to top button
error: Content is protected !!