રાજકોટના મહિકા ગામે ખાતે પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ ઉજવાયો
તા.૩૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તારીખ ૨૮/૦૬/૨૦૨૫ને શનિવારના રોજ રાજકોટ તાલુકાની શ્રી મહિકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ ઉજવાયો.જેમાં શાળામાં પ્રવેશ પામતા બાલવાટિકા અને ધોરણ ૧ના તથા આંગણવાડીમાં પ્રવેશ પામતા ૨૫ બાળકોને સૌરાષ્ટ્ર કચ્છ સિંચાઈ વિભાગના અધિક કલેકટરશ્રી જીજ્ઞાસામેડમ ડી.ગઢવીસાહેબ તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઑફિસર શ્રી ડૉ.અજીતસર સિંહાર સાહેબ તેમજ લાયઝન ઑફિસર તથા સી.આર.સી.કો ઓર્ડીનેટર ગઢકા શ્રી પ્રતાપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો.
પ્રવેશ પામતા બાળકોના વાલીઓ ઉપરાંત શાળામાં ભણતા બાળકો,તેમના વાલીઓ,શાળા વ્યવસ્થાપન સમિતિ મહિકાના સભ્યો,ગ્રામ પંચાયત કચેરી મહિકાની ટીમના બાબુભાઈ મોલિયા અને ભરતભાઈ મોલિયા,તલાટી મંત્રીશ્રી કાનાભાઈ લાવડિયાસાહેબ , VCE ધાર્મિકભાઈ જોષી ,રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રીશ્રી વર્ષાબેન રસિકભાઈ ખૂંટ, રાજકોટ તાલુકા કિશાન મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ વી. મોલિયા, દાતા સંસ્થા ભારત વિકાસ પરિષદના સભ્યો ચિરાગગિરિ ગોસ્વામી તથા પ્રવિણભાઈ ગરચર, શાળાના નિવૃત શિક્ષક શ્રી રમેશભાઈ સાવલિયા, દાતાશ્રી બટુકભાઈ, આંગણવાડી કાર્યકરો જેનમબેન અજમેરી તથા નયનાબેન પરમાર, આરોગ્ય ટીમના કિંજલબેન કુકડીયા સહિત તમામ શાળા પરિવાર દ્વારા ઉત્સાહભેર બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
પ્રવેશ પામતા શાળાના બાળકોને મહિકા ગામના શ્રી ઉમેશભાઈ ગોહેલ દ્વારા લંચબોક્ષ,ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા વોટર બોટલ, ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્કૂલ બેગ સહિત તમામ તેજસ્વી બાળકો માટે ફોલ્ડર ફાઈલ વગેરે આપવામાં આવ્યા હતા.શાળાના શિક્ષકોએ આવેલ મહેમાનોનું વેલકમ કાર્ડ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું.
આવનાર મહાનુભાવો પૈકી શ્રી જે.ડી.ગઢવી મેડમ દ્વારા ગામની મહિલાઓ સાથે મીટિંગ યોજવા ઉપરાંત શાળા પરિવાર અને ગામના પ્રયાસોને બિરદાવ્યા હતા. ડૉ. સિંહાર સાહેબ દ્વારા વાલીઓને જંક ફૂડની જંજાળમાંથી બાળકોને મુક્ત કરાવવા તથા કુપોષણ સામે જંગ જીતવા અપીલ કરી હતી.શાળાના આચાર્ય જતીનભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરી શાળા પરિવાર સહિત તમામનો કાર્યક્રમ સફળ બનાવવા તથા સહકાર બદલ આભાર માન્યો હતો.