CHOTILAGUJARATMULISURENDRANAGAR

મુળીના લીયા ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો

ખેડૂતોના સવાલોના જવાબ પણ ન આપતા ખેડૂતો મુખ્યમંત્રીના ખાતમુર્હુત કાર્યક્રમથી રહેશે અળગા

તા.02/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર માટે પાઈપ લાઈન થકી પંપિગ સ્ટેશન દ્વારા પાણી આપી ૪૫ ગામોમાં તળાવો ભરવાની યોજના નું ખાતમુર્હુત મુખ્યમંત્રી હસ્તે આગામી ૪ માર્ચના રોજ સુરેન્દ્રનગર ખાતે હોય તેમાં આ યોજના બાબતે સવાલો ખડા કરતાં અનેક વિડીયો વાયરલ કરેલા અને તંત્ર દ્વારા જવાબ ન મળે તો આ ખાતમુર્હુત કાર્યક્રમ થી અળગા રહેવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે ત્યારે આજે મુળીના લીયા ગામે ખેડૂત સભાનું આયોજન ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં ભાજપ આગેવાનો જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર પ્રમુખ હરિકૃષ્ણ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિત દુધ‌ઈ વડવાળા મંદિર મહંત શ્રી રામબાલકદાસજી ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ યોજનાનો લાભ મળતા કુલ ૪૫ ગામોમાંથી ફકત ૮૫ લોકો જ ઉપસ્થિત રહેતા ખેડૂત સભાનો ફિયાસ્કો થયો હતો ખેડૂતો અળગા રહેલા અને ભાજપ પ્રેરિત સરપંચો કાર્યકરોની હાજરી જોવા મળેલી હતી જેમાં ખેડૂતોના અનેક સવાલોના જવાબ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ આપી શકેલ નહોતા જેમાં ખેડૂતોના સવાલો હતા જેમાં આ યોજનાને ફક્ત વહિવટી મંજુરી જ મળી છે તો નાણાંકીય મંજુરી કયારે મળી? ટેન્ડર પ્રક્રિયા કયારે કરવામાં આવી? ક‌ઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ? દરેક ગામોમાં એક તળાવ જ ભરવામાં આવશે કે તમામ તળાવો ભરવાની યોજના છે? આ કામ કયારે પુર્ણ કરવાની સમયમર્યાદા રાખી છે? જેવા સવાલોના જવાબ આપી શકયા નહોતા આ યોજના ફકત ખેડૂતોને છેતરામણી લોલીપોપ સમાન જાહેરાત છે આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ પણ કોઈ જવાબ આપી શકયા નથી ત્યારે અનેક ખેડૂતો એ વિડીયો વાયરલ કરી સવાલોનો મારો છેલ્લા ત્રણ દિવસ થી કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ખાતમુર્હુત કાર્યક્રમ મુખ્યમંત્રીના મા ખેડૂતોને હાજર રાખવા માટે ધારાસભ્ય ખુદને મેદાનમાં ઉતારવામાં આવેલ સાથે જિલ્લા પંચાયત પ્રમુખને પણ ઉતારતા ખેડૂતો ટસ ના મસ થયા નહોતા અને સવાલોના જવાબની માગણી યથાવત રાખી હતી જયા સુધી જવાબ ન મળે તો અમો આ ખાતમુર્હુત કાર્યક્રમથી અળગા રહેવાનો નિર્ણય ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો અને ભાજપ આગેવાનોમા દોડધામ મચી જવા પામી છે જયારે મુળી તાલુકાનાં ખેડૂતોને સુરેન્દ્રનગર લાવવા માટે આશરે ૨૫ એસ.ટી. બસ ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ બસોમાં ખેડૂતો કોઈ જવા તૈયાર નથી ખેડૂત આગેવાનો રાજુભાઈ કરપડા ગણપત પટેલ રામકુભાઇ કરપડા કીશોરભાઈ સોળમીયા સહિતનાએ જણાવ્યું હતું કે ખેડૂતો આ લોલીપોપ સમાન યોજનાના ખાતમુર્હુત કાર્યક્રમથી અળગા રહેશે અને કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે ત્યારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ભાજપ આગેવાનોના મનામણા પણ નિષ્ફળ નિવડેલ છે ખરેખર આ યોજના બાબતે ખેડૂતો ત્રણ વખત છેતરવામાં આવેલ છે જિલ્લા પંચાયત ચૂંટણી સમયે સૈધ્ધાંતિક મંજુરી આપી મત ભાજપને આપેલ ફરી ધારાસભા ચુટણીમાં ટેકનિકલ મંજુરી આપવામાં આવી ફરી અત્યારે વહિવટી મંજુરી આપવામાં આવી પરંતુ નાણાંકીય મંજુરી આજદિન સુધી મળી નથી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામા આવતા ખેડૂતો હવે નહીં છેતરાય કે લોલીપોપ સમાન યોજનાના કાર્યક્રમ માં હાજર નહી રહે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!