કચ્છ જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ–૨૦૨૫ માં નિરોણાની સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની જ્વલંત સફળતા.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૭ સપ્ટેમ્બર : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) તથા ટાટા કન્સલ્ટન્સી સર્વિસના સહયોગથી, કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ–૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓમાં આઈ.ટી. વિષય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.આ સ્પર્ધામાં સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા-કચ્છની ચારેય વિદ્યાર્થિનીઓ ભાનુશાલી વંશી એન, આયર દેવીતા એન, ભાનુશાલી શ્રેયા એમ તેમજ આયર હેતલ આર શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ટોપ ૧૨માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતી.સ્પર્ધાના અંતે શ્રી કુલદીપસિંહ સંધા (એક્સ એરફોર્સ ઓફિસર તથા લોકવિજ્ઞાન કેન્દ્ર કચ્છના સલાહકાર) ના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા તથા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રવીણભાઈ મહેશ્વરી (જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ સફળતા બદલ સારસ્વતમ્ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સરપંચ નરોત્તમભાઈ આહિર તેમજ ગ્રામ અગ્રણીઓ, શાળાના આચાર્ય શ્રી ડૉ. વી.એમ. ચૌધરી સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓ અને સહયોગી શિક્ષક કિશનભાઇ પટેલને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.