
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
રતાડીયા મુન્દ્રા, તા.8 માર્ચ : મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામના લુહાર ચોકમાં આવેલ મુખ્ય ગટર લાઈનમાં ભારે વાહનોની અવરજ્વરથી છેલ્લા ચાર દિવસથી ભંગાળ પડતા ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી ચેતનસિંહ જાડેજાને રજુઆત કરતા તેઓએ તાત્કાલિક એક્શન લઈ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તાલુકાની ગટર સમરકામની ટીમ મોકલાવતા માત્ર પાંચ જ કલાકમાં સાફ સફાઈનું કામ કરાવી ગટરની ચેમ્બર પર નવું મજબૂત ઢાંકણું બદલાવીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધેલ. એ બદલ ગ્રામ પંચાયતના સદસ્ય સલીમભાઇ દેપારા, ફળિયાના રહેવાસી નિલેશભાઈ રાજગોર અને પ્રકાશભાઈ ઠક્કરએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.



