અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના ડીપ વિસ્તારના રાજવી કોમ્પ્લેક્સમાં આગની ઘટના, કાપડની બે દુકાનોનો સમાન બળી ને ખાક
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી શામળાજી રોડ પર આવેલ રાજવી કોમ્પ્લેક્સમાં આજે સવારે આગની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સની બે દુકાનો આગની જપેટમાં આવી બળીને ખાક થઈ ગઈ હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ કપડાની દુકાનમાં અગમ્ય કારણોસર લાગી હતી, અને થોડા જ સમયમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડા ઊઠતા જ આસપાસના વેપારીઓ અને લોકોએ દોડધામ મચાવી હતી.આગની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે લાંબા સમયના પ્રયાસો બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનોમાં રહેલા માલસામાનનો મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે.આગનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ વિદ્યુત શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ શકે છે