GUJARATMODASA

મોડાસા : શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં જિલ્લા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

અરવલ્લી

અહેવાલ હિતેન્દ્ર પટેલ

મોડાસા : શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં જિલ્લા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

અરવલ્લીના મોડાસા ખાતે યોજાયો ફાયર સેફ્ટી સેમિનાર

અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે આવે માતૃશ્રી લલિતાબા સોની એજ્યુકેશન સંસ્થાન મોડાસા સંચાલિત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં જિલ્લના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં લીડીગ ફાયરમેન પારધી દિલીપભાઈ અને પટેલ પાર્થ તરફથી ખુબજ સુંદર માહિતી આપવામાં આવી હતી.જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ બી.એ મહીડા ડી.પી.ઓશ્રી ડિઝાસ્ટર અરવલ્લી દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઈન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવામાં આવ્યું હતું. સાથેજ એન.ડી.આર.એફની ટીમ દ્વારા સલામતી વિશેની માહિતી પત્રિકાઓ આપવામાં આવી હતી. તો મહિલા હેલ્પલાઇન 181ની ટીમ તરફથી ડેમો દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનારમાં આચાર્ય, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!