વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા ઘાટ માર્ગમાં અવારનવાર થતા અકસ્માતને પગલે સાપુતારા PSI એ લક્ઝરી બસ ચાલકોને ટ્રાફિક અંગે માર્ગદર્શન પુરૂ પાડી વાહનો સાવચેતીપૂર્વક ચલાવવા માટે અનુરોધ કર્યો..
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટ માર્ગમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.તેમજ કેટલીક વખત ઘાટ માર્ગમાં અકસ્માત થવાથી કેટલાય લોકોએ પોતાને જીવ પણ ગુમાવવો પડે છે.તાજેતરમાં પણ લક્ઝરી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં બે બાળકોનું મોત નીપજ્યુ હતુ.ત્યારે અકસ્માતને ટાળી શકાય અને સલામત ભરી મુસાફરી કરી શકાય તે હેતુથી સાપુતારા પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.સાપુતારા ખાતે આવેલ લકઝરી પાર્કિંગમાં પોલીસ દ્વારા લક્ઝરી બસ ચાલકોને ભેગા કરવામાં આવ્યા હતા.અને સાપુતારા ઘાટમાર્ગમાં વારંવાર થતાં અકસ્માતને લઈને સાપુતારા પી.એસ.આઇ. એન.ઝેડ.ભોયાએ લક્ઝરી બસ ચાલકોને ટ્રાફીક અંગે માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.તેમજ ઘાટમાર્ગમાં વ્યવસ્થિત વાહન ચલાવવું, સ્પીડ ઓછી રાખવી, ઓવરટેક ન કરવું, પ્રવાસીઓને ઓવરલોડ ન ભરી લાવવા, પ્રવાસે આવતી વેળાએ બસનું મેન્ટેનન્સ જાળવી આવવું, બસ ચલાવતી વખતે દારૂ જેવા વ્યસનો કરી બેસવું નહીં તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવું વગેરે સૂચનો સાપુતારા પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા.તેમજ અન્ય કેટલાક ટ્રાફિક નિયમો અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા..