વઢવાણ ભોગાવો નદી પર GIDC કોઝ-વેનું કામ કાચબા ગતિએ ચાલતા લોકોમાં રોષ ફેલાયો

તા.12/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ ભોગાવો નદી પર જીઆઇડીસી કોઝવે રૂપિયા 11 કરોડનો નવો બનાવવા માટે ફેબ્રુઆરી 2025માં બંધ કરી દેવાયો છે જેમાં સુરેન્દ્રનગર મહાપાલિકાએ ટેન્ડરમાં ડાયવર્ઝન ન અપાતા ભારે રોષ ફેલાયો છે જ્યારે પુલની કામગીરી કાચબા ગતિએ થતા 10 હજારથી વધુ મુસાફરો કામદારો વિદ્યાર્થીને દરરોજ 5 કિમીનો ફોગટ ફેરો ફરવો પડે છે આ પુલની કામગીરી 8 મહિનામાં પૂર્ણ કરવાની હતી પરંતુ 12 મહિના થયા છતાં કામગીરી પૂરી કરવામાં આવી નથી વઢવાણ સુરેન્દ્રનગરમાથી પસાર થતી ભોગાવો નદીમાં વરસાદના પાણી આવતા વઢવાણ જીઆઇડીસી કોઝવે વારંવાર બંધ કરાયો હતો જ્યારે પાણી ઓસરતા આ કોઝવે પાણીમાં ધોવાઇ ગયો હતો જેના કારણે ઠેરઠેર ગાબડા પડી ગયા હતા જેમાં થઇ લોકો અને વાહન ચાલકોને ચાલવુ મુશ્કેલ બન્યું હતું આ દરમિયાન સુરેન્દ્રનગર મહા નગરપાલિકાએ ફેબ્રુઆરી 2025ની શરૂઆત બાવળ આડા નાખીને પુલ બંધ કરી દીધો હતો જેમાં કોઈ ડાયવર્ઝન ન અપાતા હજારો લોકોમાં રોષ ફેલાયો છે હાલ જીઆઇડીસી સુરસાગર ડેરી ડીમાર્ટ અને આંબાવાડી તરફ અને વઢવાણ શહેરની અવરજવર બંધ થઈ છે જેના કારણે 10 હજારથી વધુ લોકોને 5 કિમીનો ફોગટ ફેરો ફરવો પડી રહ્યો છે આ અંગે વઢવાણ અસ્મિતા મંચ અને નગરજનોએ જણાવ્યું કે વઢવાણ જીઆઇડીસી કોઝવે દર વર્ષે 2થી 3 વખત ચોમાસમાં બંધ થાય છે આથી અહીં પુલ બનાવવા વાતો વર્ષોથી પાલિકામાં ચાલે છે આથી કાયમી ઉકેલ માટે ઉંચો પુલ બનાવવા લોકમાંગ ઉઠી છે ત્યારે મહાનગર પાલિકામાં કોઝવે બંધ કર્યો છે જેમાં ડાયવર્ઝન ન અપાતા દરરોજ જીઆઇડીસીના કામદારો વિદ્યાર્થી અને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે આથી પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોની માંગ છે.




