તા.૧૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ભવ્ય પ્રારંભ
મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે રાજ્યભરમાં મહાભિયાન શરૂ , દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કરાયો પ્રારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં આ અભિયાનનો શુભારંભ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કર્યો હતો. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે અભિયાનને પુનઃમહત્વ આપતાં જણાવ્યું કે, “આજથી મહિલાઓના આરોગ્ય માટે વિશાળ સ્તરે કાર્ય શરૂ થયું છે અને દરેક માતા, બહેન તથા દીકરીએ આનો લાભ લેવો જોઈએ.
કાર્યક્રમની ખાસ ઝલક:નમો કે નામ” રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન મહિલાઓ માટે વિશેષ ઓપીડી સેવા મફત આરોગ્ય તપાસ પોષણ માહ માટે જાગૃતિ કાર્યક્રમ દાહોદના તમામ આરોગ્ય કેન્દ્રો પર એકસાથે અભિયાનનો અમલ અભિયાન હેઠળ, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા નાના બાળકો માટે આરોગ્ય સેવાઓ, પોષણ અને રસીકરણને પ્રાધાન્ય અપાશે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ આગામી દિવસોમાં ગામે ગામ આરોગ્ય શિબિરો યોજવામાં આવશે.વડાપ્રધાનએ પણ મધ્યપ્રદેશના ધારથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે: મહિલાઓ પોતાના માટે સમય કાઢીને આરોગ્ય શિબિરમાં જોડાયા એ દેશના સ્વાસ્થ્ય માટે એક મોટું પગલું છે કોઈ દીકરી પાછળ ના રહે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ જિલ્લા વાસીઓ માટે ખાસ અપીલ છે કે તેઓ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને આરોગ્ય સેવાઓનો લાભ લે અને “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનને સફળ બનાવે.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, અધિક કલેક્ટર મિલિંદ દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ઝાયડસ મેડિકલ કોલેજના CEO ડૉ. સંજયકુમાર, CDMO ડૉ. ગુલાબભાઇ, દાહોદ નગપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ , ભાજપ જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરીયા, તેમજ અન્ય આરોગ્ય અધિકારીઓ અને મેડિકલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા