GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ રથ પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ,

શિયાણી મુકામે 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાયા

તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

શિયાણી મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાયા, વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરશે. ત્યારે પ્રથમ દિવસે ૦૭ ઓક્ટોબરના રોજ સવારે લીંબડી તાલુકાના ભલગામડા, ઘાઘરેટીયા ગામે પરિભ્રમણ કર્યા બાદ શિયાણી ગામે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો દરેક ગામમાં ગ્રામજનો દ્વારા ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના વિકાસમાં ઉમેરો કરતા અંદાજિત રૂ. ૦૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને સીધો લાભ વિતરણ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે શિયાણી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય ખેંગારભાઈ બોરાણા, તાલુકા વિકાસ અધિકારી એમ.વી.સોલંકી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!