બનાસકાંઠા જીલ્લાના ના નવનિયુક્ત ભાજપ પ્રમુખ નો અભિવાદન કાર્યક્રમ લાખણી ના સરકારી ગોળિયા ફાર્મ હાઉસ ખાતે યોજાયો
નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કિર્તી સિંહ વાઘેલાની પુનઃનિયુક્તિ થતા જિલ્લા ભરમાં આવકાર મળી રહ્યો છે અને તેમને આવકારવા માટે અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે દિયોદર વિધાનસભામાં આવતા ત્રણ મંડળો દિયોદર, લાખણી અને ભીલડી નો સયુંકત અભિવાદન કાર્યક્રમ આજ રોજ લાખણી તાલુકાના સરકારી ગોળીયા ખાતે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણ ભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે યોજાયો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તી સિંહ વાઘેલાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પુનઃ વરણી થતા સમગ્ર જીલ્લા ભરમા ભાજપ કાર્યકર્તાઓ માં આનંદની લાગણી પ્રસરી છે ત્યારે કિર્તી સિંહ વાઘેલાને સન્માનિત કરવા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ મહા મંત્રી કનુભાઈ વ્યાસ અને સંજય ભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિતમાં
દિયોદર વિધાન સભામાં આવતા ત્રણેય મંડળના પ્રમુખો, હોદેદારો, કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ એ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તી સિંહ વાઘેલા નુ મોમેંટો આપી સાલ તેમજ ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ત્રણેય મંડળ માથી વિસ્તાર ના આગેવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી