GUJARATSURENDRANAGARWADHAWAN

ઝાલાવાડના નેશનલ હાઈવે પરથી ડિવાઈડર વચ્ચે લગાવેલી ગ્રીલો દિવસે દિવસે અદ્રશ્ય થઇ રહી છે.

તા.15/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં ક્રાઇમની એક નવા પ્રકારના દ્રશ્ય સર્જાતા હોવાની શંકા સેવાઇ રહી છે જેમાં સુરેન્દ્રનગર વઢવાણમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ડિવાઇડર વચ્ચે લગાવેલી ગ્રીલો દિવસે દિવસે અદ્રશ્ય થઇ રહી છે જેના કારણે આવા કિસ્સાઓમાં નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર પણ અજાણ છે કે શુ ? સહિતના સવાલો લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે સુરેન્દ્રનગર શહેરના ટાવરથી લઇને વઢવાણ શહેર તરફનો અંદાજે 6 કિમી જેટલો માર્ગ પસાર થાય છે આ માર્ગ શહેરીજનો, ગ્રામજનો તેમજ વાહનચાલકો માટે મુખ્ય માર્ગ પણ માનવામાં આવે છે બીજી તરફ શહેરમાં એક સમયે ચોરીની ઘટના અને તેના પ્રકારો ખુબ સમીત હતા પરંતુ કેટલાક સમયથી તેમા નોંધપાત્ર બદલાવ આવ્યા છે જેના પર અંકુશ જરૂરી છે કારણ કે સુરેન્દ્રનગરથી વઢવાણ તરફના માર્ગ પર નેશનલ હાઇવે ઓથોરિટીએ લગાવેલી લોખંડની ગ્રીલો સમયાંતરે ગાયબ થતી જોવા મળી રહી છે ગ્રીલો સાથે વાહનો અથડાવાની સાથે જ ડિવાઇડર પર ગ્રીલો ત્યાંની ત્યાં જ પડી રહી છે પરંતુ કેટલાક સમય કે દિવસો બાદ ગ્રીલો ગાયબ થઇ જાય છે જ્યારે જે જગ્યાઓ ઉપર ગ્રીલો તૂટેલી હોય અને ત્યાં જગ્યાઓ ખાલી હોય ત્યાં બીજી કોઇ ગ્રીલો પણ સ્થાન લઇ રહ્યુ નથી આમ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના માર્ગ પરથી તૂટ્યા બાદ ગ્રીલો છૂમંતર થતી હોવાનો ઘાટ સર્જાયો છે શહેરના માર્કેટિંગ ચોકડીથી આગળ, કોર્મસ કોલેજ સામે, વઢવાણ તરફ સહિતના સ્થળોએ ડિવાઇડર પર જ્યાં ગ્રીલો લાગેલી હતી તે હાલમાં જોવા મળતી નથી અને આથી જ આવા કિસ્સાઓમાં નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર પણ અજાણ છે કે શુ ? સહિતના સવાલો લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે કોઇ એક ગેંગ તો આની પાછળ સક્રિય નથી ને તે જોવુ જરૂરી બન્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!