GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ની મહેનતને મળી સફળતા.

તારીખ ૨૫/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ના અથાગ પ્રયાસોને સફળતા મળી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ગોધરા-લુણાવાડા-મોડાસા રેલવે લાઇન સર્વે માટે મંજુરી આપી છે.સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયાસોને કારણે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજુરી મળી છે, જેનાથી આ વિસ્તારના લોકોને રેલવે સેવાઓનો લોફ્ટ મળશે. જ્યાં સ્થાનિક લોકો અને રાજપાલસિંહ જાદવ ના સમર્થકોએ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો છે આ પ્રોજેક્ટના અમલીકરણથી આ વિસ્તારનો વિકાસ ઝડપી બનશે તેવી આશા સ્થાનીક લોકોએ વ્યક્ત કરી છે.






