થાનમાં આઝાદ ચોકમાં ચામુંડા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે સોનાગ્રાફી મશીન સીલ કર્યું.

તા.21/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અંતરીયાળ વિસ્તારમાં ઘણા તબીબો પ્રેકિ્ટસ કરી રહ્યાં છે ત્યારે થાનના આઝાદ ચોકમાં ચામુંડા હોસ્પિટલ ડો. રાજેશ ઝાલાના નામે છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી આ હોસ્પિટલમાં મહિલાઓની પ્રસૃતિ, સિઝેરિયન અને સોનોગ્રાફી થતી હતી ર્ડા.રાજેશ ઝાલાની દીકરી ર્ડા. રાજમી ઝાલા જે થાનની સરકારી હોસ્પિટલમાં માર્ચ 2025થી બોન્ડ ઉપર નોકરી કરતા હતા પિતાની ખાનગી હોસ્પિટલમાં પોતે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરતા હોવાની રજૂઆત થતા આરોગ્ય વિભાગના અધિકારીએ તપાસ કરી હતી જેમાં સોનોગ્રાફિ મશીનના નિયમોનો ભંગ થતો હોવાની વિગતો સામે આવતાં સોનોગ્રાફી મશીન સીલ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે આ અંગે ર્ડા.રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે ચોટીલામાં પણ મા ચામુંડા નામની હોસ્પિટલ ધરાવતા ડો.તન્મય ચુડાસમા તે રાજમી ઝાલાના પતિ છે બંનેના લગ્ન 4 ડિસેમ્બર 2012માં થયા હતા પરંતુ દિકરીને ખુબ ત્રાસ આપતા હતા. આથી કોર્ટમાં કેસ કરતા કોર્ટે પણ દિકરીને ત્રાસ ન આપવા આદેશ કર્યો છે 11 મહિનાથી દિકરીને કાઢી મુકી છે આથી તેણે થાનમાં નોકરી જોઇન્ટ કરી છે હું તેના માટે ટીફિન લાવતો તે જમવા માટે હોસ્પિટલ આવતી અમારા કેમેરા હેક કરીને તેણે જ ફોટા પાડી રજૂઆત કરી છે ર્ડા.રાજેશ ઝાલાએ ચોટીલામાં હોસ્પિટલ માટે મંજૂરી માંગી હતી થાનમાં ચામુંડા હોસ્પિટલ ચલાવતા ડો. રાજેશ ઝાલાની વાંકાનેરમાં પણ હોસ્પિટલ આવેલી છે તેમણે ચોટીલામાં પણ હોસ્પિટલ ચાલુ કરવા માટે પણ પરવાનગી માંગી હતી આ પરવાનગી આપવા માટે જિલ્લા પંચાયતના એક રાજકિય આગેવાને પણ ભલામણ કરી હોવાનું કહેવાય છે પરંતુ થાનમાં આવેલી ચામુંડા હોસ્પિટલ સામે રજૂઆત થઇ હોવાથી આરોગ્ય અધિકારી નિયમ વિરૂધ્ધ જઇને પોતાના કાંડા કાપવા ન માંગતા હોવાથી પરવાનગી આપી ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.




