પાટડીના માલવણ હાઈવે પર કચોલીયા પાસે પૂરઝડપે જતી કાર પલ્ટી જતા પતિનું મોત નીપજ્યું હતું.

તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અમદાવાદ નવા વાડજ ખાતે રહેતા રતિલાલ સતાપરા પોતાની પત્નિ મુક્તાબેન સતાપરા સાથે મિત્ર અલ્પેશભાઈ ગજ્જરની કાર લઈને પોતાના વતન ધોળી ગામે કુટુંબના એક દાદીમાનું અવસાન થતા લૌકિક જવા માટે નીકળ્યા હતા ત્યારે પાટડી તાલુકાના માલવણ હાઈવે પર કચોલીયા પાસે પૂરઝડપે જતી કાર પલ્ટી ખાઈ ડિવાઈડર કૂદી જતા આ દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા જયારે આ અકસ્માતની ઘટનામાં મુક્તાબેન સતાપરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે એમની નજર સામે જ એમના પતિ રતિલાલ સતાપરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુક્તાબેન સતાપરાને 108 એમ્બ્યુલન્સ વાનમાં પ્રાથમિક સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જયારે આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ મૃતક રતિલાલ સતાપરાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી મૃતકના પુત્ર યશ સતાપરાની ફરિયાદના આધારે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના એસ. એમ. કણઝરીયા ચલાવી રહ્યા છે.



